ગુજરાત

gujarat

ETV Bharat / videos

રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી બોટ પલટી, જૂઓ વીડિયો - કર્ણાટકમાં ભારે વરસાદ

By

Published : Sep 9, 2022, 10:38 AM IST

કર્ણાટક : છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે કેટલાક ગામો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. વેદવતી અને હાગરી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સિરુગુપ્પા તાલુકામાં મુદેનુર પાસે આવેલ શનિશ્વર મંદિર વેદવતી નદીના પૂરથી ડૂબી ગયું છે. મંદિરમાં દર્શન કરવા ગયેલા પૂજારીના પરિવારના ચાર સભ્યો પૂરની ઝપેટમાં આવી ગયા હતા. તેમને બચાવવા ગયેલા અગ્નિશામકો દળની બોટ પૂરના કારણે પલટી ગઈ હતી. ત્રણ ફાયર ફાઈટર કોઈક રીતે મંદિર સુધી પહોંચ્યા હતા. લિંગરાજ નામની ફાયર બ્રિગેડ લગભગ દોઢ કિમી તરીને નદી કિનારે પહોંચી હતી. બચાવવા ગયેલા લોકો સહિત કુલ 8 લોકો મંદિરની ટોચ પર બેઠા હતા. બેલ્લારીના અગ્નિશામકોએ અન્ય બોટમાંથી 8 લોકોને બચાવી લીધા હતા. Rescue boat capsized in Bellary Karnataka, Heavy Rains In Karnataka

ABOUT THE AUTHOR

...view details