અંબાજીના માન સરોવરમાં ભેરવજીનાં મંદિરે સાધકો દ્વારા કરાઈ સાત્વિક, ધાર્મિક ક્રિયાઓ - Latest news from Ambaji
બનાસકાંઠા: દિવાળીના તહેવારોમાં સાધના અને ઉપાસના કરનારા લોકો માટે કાળી ચૌદસનું વિશેષ મહત્વ રહેલું છે. આ કાળી ચૌદસના દિવસે તાંત્રિક વિદ્યા કરનારા સાધકો સ્મશાનમાં, હનુમાનજીના મંદિરે અને ભેરવજીના મંદિરે જઇને તાંત્રિક વિદ્યાઓની સાધના કરતાં હોય છે. જેમાં સાત્વિક, રજસ અને તામસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. કાળી ચૌદસની રાત્રીએ અંબાજીના માનસરોવરમાં ભેરવજીનાં મંદિરે સાધકો દ્વારા સાત્વિક, ધાર્મિક ક્રિયા કરવામાં આવી હતી. કાળી ચૌદસની મધ્ય રાત્રીએ આ હોમ- હવનની પ્રક્રીયા શરૂ કરાઇ હતી. સાધકોના મતે તાંત્રિક વિદ્યા જેમાં રજસ અને તામસ જેવી સાધના કેટલાંક લોકોને નુકસાન કર્તા સાબિત થતી હોય છે.