મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચાર - ડમ્પિંગ ડ્યુટી
મોરબી: જિલ્લાનો સિરામિક ઉદ્યોગ આરબ દેશોમાં એક્સપોર્ટ કરે છે. જેમાં 35 ટકા ટાઈલ્સ પ્રોડક્ટની નિકાસ આરબ દેશોમાં કરવામાં આવે છે, પરંતુ હાલ આરબ દેશનો GCC (Gulf Cooperation Council) સંગઠન દ્વારા ભારતની ટાઈલ્સ પ્રોડક્ટ પર 43 ટકા જેટલી એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાગે છે. જયારે ભારતની સામે ચાઈના પર સરેરાશ ડમ્પિંગ ડ્યુટી 23 ટકા લાગે છે. 20 ટકા ડ્યુટીનો ફર્ક ચીન સામેની સ્પર્ધામાં ભારતને નડતરરૂપ બને છે. જેથી એન્ટી ડમ્પિંગ મામલે તાજેતરમાં ભારતના ડેલિગેશને આરબ દેશોની GCC કમિટી સાથે બેઠક યોજી હતી. જેમાં ભારતીય એમ્બેસીના અધિકારીઓ, વાણીજ્ય મંત્રાલયના અધિકારીઓ, મોરબી સિરામિક એસોના પ્રમુખ, સેક્રેટરી અને વકીલ સહિતના ડેલિગેશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં ભારતનો પક્ષ મુક્યો હતો. તેમજ આરબ દેશોમાં ભારતને એન્ટિ ડમ્પિંગ ડ્યુટી મુદ્દે રાહત મળે તેવી આશા સેવાઈ રહી છે.