તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક મેળો 2021 નો શુભારંભ
તાપી: જિલ્લામાં સ્વસહાય જુથની ગ્રામિણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ માટે ત્રણ દિવસ માટે પ્રાદેશિક મેળો- 2021 નો શુભારંભ શુક્રવારે વ્યારા ખાતે કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે પ્રાદેશિક મેળાનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા કરવામાં આવ્યું છે. આ મેળામાં જિલ્લાની સ્વસહાય જુથની બહેનો દ્વારા તૈયાર કરેલી હસ્તકલાની વિવિધ ચિજ- વસ્તુઓ જેવી કે, નાગલી પ્રોડક્ટસ, વાંસ કામ બનાવટ, નાળીયેરીના રેસાની બનાવટ, રંગોળી, સેનેટરી પેડ, કટલર-સાડી વેચાણ, જ્વેલરી, નાસ્તાની બનાવટ, પરંપરાગત વાનગીઓ અને અન્ય ગૃહ સુશોભનની વસ્તુઓની સ્ટોલ સહિત વિવિધ હેન્ડિક્રાફ્ટની પ્રોડક્ટ વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેને લઈ દિવાળીના તહેવારને લઈ આ બહેનોને આજીવિકા મળશે અને ખરેખર વોકલ ફોર લોકલનું સૂત્ર સાર્થક થશે.
Last Updated : Oct 30, 2021, 8:57 AM IST