ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકાની નવરાત્રિમાં રચાયો ઈતિહાસ, એક સાથે 108 રાંદલ માતાના થયાં દર્શન - Dwarka Navratri Festival

By

Published : Oct 5, 2022, 9:44 AM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રિ તહેવાર દરમિયાન અદ્ભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં વીરબાઈમાં નવરાત્રિ મહોત્સવ 2022માં દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રાંદલ માતાજીના લોટા 108ના સાક્ષાત દર્શન કરાવવામાં આવ્યા હતા. આ રાંદલ માના 108 લોટામાં રાંદલ માની પ્રતિમા નથી, પરંતુ સાક્ષાત રાંદલમાં સ્વરૂપે બાળાઓને બિરાજમાન કરેલાં છે. ખાસ કરીને રઘુવંશી પરિવારની બાળાઓને રાંદલ માનુ સ્વરૂપ ધારણ કરી શણગાર સજાવામાં આવ્યો હતો. આ રાંદલ માના સાક્ષાત દર્શન સ્વરૂપે ભારતમાં સૌપ્રથમવાર માતાજીના સ્વરૂપમાં સાક્ષાત દર્શન જોવા મળી રહ્યા છે. આ નવરાત્રિમાં રાંદલ માતા સ્વરૂપે બિરાજમાન બાળાઓની નોંધ ધર્મ બૂક ઑફ વર્લ્ડમાં નોંધ લેવામાં આવી છે. દ્વારકાની સમગ્ર ધર્મપ્રેમી જનતા 108 રાંદલ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. વર્ષ 2018થી આ નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં દર વર્ષે નવરાત્રિના એક દિવસે વિશેષ માતાજીનો સાક્ષાતકાર કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જે બાળાઓ રાંદલ સ્વરૂપમાં બિરાજમાન છે. તે રાંદલ માતા દ્વારા ચાચરના ચોક પૂરવામાં આવ્યા તેમ જ અઘોર રાસ રમવામાં આવ્યા હતા. તેમ જ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ઓમ હવન કરવામાં આવ્યો હતો. તો બાળાઓએ પણ સુંદર રાસ રજૂ કર્યા હતા. આ સાથે અદભૂત નજારો જોવા મળ્યો હતો. dharma book of world Navratri Festival randal maa darshan in Dwarka

ABOUT THE AUTHOR

...view details