ગુજરાત મુક્ત કરો : રાકેશ ટીકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી - Peasant movement
હરિયાણા : ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે બહાદુરગઢમાં કિસાન મહાપંચાયતમાં ભાગ લીધો હતો. જે દરમિયાન રાકેશે ગુજરાત રાજ્યને મુક્ત કરાવવા માટે દેશવ્યાપી 'ગુજરાત મુક્ત કરો' રેલી યોજવાની જાહેરાત કરી હતી. આ સાથે રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, અમે દેશભરમાં રેલી કરીશું, ગુજરાતમાં પણ જઈશું અને તેને મુક્ત કરીશું. ગુજરાત કેન્દ્ર દ્વારા નિયંત્રિત છે. ભારત મુક્ત છે, પરંતુ ગુજરાતના લોકોને કેદ કરવામાં આવ્યા છે. જો તેમને આંદોલનમાં જોડાવા માંગતા હોય, તો તેમને જેલ હવાલે કરવામાં આવે છે. અમે તારીખ નક્કી કરી રહ્યા છીએ.