ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ જિલ્લા પંથકમાં ધોધમાર વરસાદ, આટકોટમાં વીજળી પડતા 1નું મોત - Rainfall in the rural area of Gondal

By

Published : Jun 24, 2020, 10:35 PM IST

રાજકોટઃ બુધવારના રોજ હવામાન વિભાગ દ્વારા જેરીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના વીરપુર, શાપર, જસદણ, આટકોટ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો, ત્યારે જસદણ, આટકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જેવાકે વિરનગર, કોઠી, ચિતલિયા, લખવાડ, કનેસરા, શાંતીનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ગોંડલના ગ્રામ્ય વિસ્તાર મોવિયા, અનિડા ભલોડી, બિલિયાળા, ચોરડી, જામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આટકોટ પાસે આવેલા નડાળા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા, જસાણીયા દિનેશભાઈ નાનજીભાઈ પર વિજળી પડતાં મોત થયું હતું. જેને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details