રાજકોટ ભાજપે જીતનો જશ્ન રસ્તા પર ફટાકડા ફોડીને મનાવ્યો - રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશ
રાજકોટ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં વિવિધ વૉર્ડ પર ભાજપના ઉમેદવારોની જીત થતા રાજકોટ ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં ઠેર ઠેર જીતનો જશ્ન રસ્તા પર ફટાકડા ફોડીને મનાવવામાં આવી રહ્યો છે. જે દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં.