અમૂલ ડેરી ચૂંટણીઃ રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી, જુઓ વીડિયો - અમૂલ ડેરી
બાલાસિનોરઃ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ અમૂલના નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે, ત્યારે બાલાસિનોર વિભાગમાંથી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ અધ્યક્ષ રાજેશ પાઠકે મંગળવારના રોજ ઉમેદવારી નોંધાવી છે. ભાજપની પેનલના નેતા રામસિંહ પરમાર અને ભાજપની પેનલના ઉપક્રમે રાજેશ પાઠક ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે તેમની દરખાસ્ત બાલાસિનોર વિસ્તારના આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન માનસિંહ ચૌહાણ મુકવાના છે. તેમજ બાલાસિનોર વિસ્તારના આગેવાનોએ પણ તેમને ટેકો આપ્યો છે, ત્યારે રાજેશ પાઠકે રામસિંહ પરમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી જીતી અમૂલ ડેરીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે, તેવી આશા વ્યક્ત કરી છે.