સુરતમાં ફરી મેઘમહેર જોવા મળી - Rainy weather in Surat
સુરત : ખાડીમાં સાયકોલોનિક લો પ્રેસરની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કમોસમી વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. કારણકે તેમના વાવવામાં આવેલા ઉભા પાકનેં ભારે નુકસાન થઇ રહ્યું છે.