T20 મેચ માટે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાંથી વરસાદી પાણીનો કરાયો નિકાલ - T20 match cricket news
રાજકોટ: આજે એટલે કે, 7 ઓક્ટોબરે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 મેચનું આયોજન થયુ હતું. બીજી તરફ 'મહા' વાવાઝોડાના કારણે જિલ્લાભર વરસાદ વરસી રહ્યો હતો. જેથી સ્ટેડિયમ અને ગ્રાઉન્ડ પીચ પર વરસાદી પાણી ભરાયા હતા. જેથી ક્રિકેટ રસિયાઓમાં નિરાશા વ્યાપી હતી. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવ્યો છે. વરસાદી અગાહીને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અગાઉથી તૈયારી કરવામાં આવી હતી. વરસાદ બાદ ગ્રાઉન્ડ અને પીચ પરથી વરસાદી પાણી દૂર કરાયા છે. સાથે મેચ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો ચલો આ તૈયારીઓ વિશેની જાણકારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહ પાસેથી મેળવીએ.