વડોદરામાં ચાલુ ગરબામાં મેઘરાજાની થઈ એન્ટ્રી, જૂઓ વીડિયો - વડોદરામાં ચાલુ ગરબામાં મેઘરાજાની એન્ટ્રી થઈ
વડોદરા : ત્રીજા નોરતે ગરબાની રમઝટ જામી હતી ત્યારે જ મેઘરાજાની એન્ટ્રી (Rain In ongoing Garba in Vadodara) થઈ હતી. અચાનક મેઘરાજાની એન્ટ્રી થતા ખેલૈયા બિન્દાસ્ત મેહુલિયાને આવકાર આપતા ભીંજાતા હૈયે ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા. વડોદરાના સુભાનપુરામાં શક્તિ ગરબા રમઝટમાં તો ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.વરસાદ વચ્ચે ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે ગરબા ગ્રૂપ પણ ખેલૈયાનો ઉત્સાહ જોઈને પોતાના વાજિંત્રોને પ્લાસ્ટી કાપડથી પલળતા બચાવીને સુરની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા. વડોદરા શહેર ના સુભાનપુરા, અલકાપુરી,કારેલીબાગ સહિતના વિસ્તારોમાં રાત્રીના વરસાદ પડ્યો હતો. જોકે ખેલૈયાના ઉત્સાહમાં જરા પણ ઓટ આવી ન હતી અને માં શક્તિના આરાધનાના પર્વની ઉત્સાહભેર ઉજવણીઓ કરતા નજરે પડ્યા હતા.