ગુજરાત

gujarat

ETV Bharat / videos

વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આ શહેરથી મેઘરાજાએ કર્યા શ્રી ગણેશ - જૂનાગઢમાં વરસાદ

By

Published : Jun 11, 2022, 5:02 PM IST

Updated : Jun 11, 2022, 7:01 PM IST

જૂનાગઢ (Rain in Junagadh) અને વિસાવદરમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરમાં વરસાદ તૂટી પડયો હતો. ચોમાસાની શરૂઆત પૂર્વે આજે પડેલા વરસાદને કારણે શહેરીજનોને ખૂબ જ અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મળી હતી. ચોમાસાના શ્રી ગણેશ પહેલા વરસાદમાં પવનના સુસવાટા સાથે મેઘરાજાનું આગમન થયું હતું, જેને લઇને વાતાવરણ આહલાદક બની ગયું હતું. પાછલા કેટલાક દિવસોથી ભેજનું પ્રમાણ વધતા સતત ઉકળાટ અને બફારાનો માહોલ જોવા મળતો હતો આવી પરિસ્થિતિની વચ્ચે આજે પડેલા અચાનક ધોધમાર વરસાદને કારણે શહેરીજનોને અકળાવનારા બફારા માથી રાહત મળી હતી, પરંતુ 30 મિનિટના આ સમય દરમિયાન ધોધમાર વરસાદને કારણે લોકો ચોમાસાના વરસાદ પ્રત્યે વધુ આશાવાદી બન્યા છે. 30 મિનીટના આ સમયગાળા દરમિયાન અંદાજીત 1 ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ શહેરમાં પડ્યો છે.
Last Updated : Jun 11, 2022, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details