જૂનાગઢમાં છેલ્લા 48 કલાકથી મેધમહેર, દામોદર કુંડ અને નરસિંહ મહેતા સરોવર છલકાયા - દામોદર કુંડ
જૂનાગઢ: શહેર અને જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી સતત અને અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે શહેર અને જિલ્લાના નદી-નાળા તળાવો અને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે, ત્યારે શહેરમાં ગત રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ગીરી તળેટીમાં આવેલું પવિત્ર દામોદર કુંડ મોસમમાં સતત ચોથી વખત છલકાયો હતો. તો બીજી તરફ ગિરનાર અને દાતારની પર્વતમાળાઓમાં પડેલા ભારે વરસાદને કારણે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર પણ મોસમમાં ચોથી વખત છલકાઈને વહી રહ્યું છે.