ડાંગમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા - ખેડૂતોને નુકશાન
ડાંગઃ જિલ્લાના વાતાવરણમાં રવિવારના રોજ અચાનક પલટો અને વરસાદ આવ્યો હતો. મુખ્ય મથક આહવા ખાતે ઉપરાંત વઘઇમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ફરી કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 ડિસેમ્બરના રોજ ફરી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો ના શિયાળું પાકને ભારે નુકસાન થવાની ભીતિ જણાઈ રહી છે.