8 ઈંચ વરસાદે ખોલી તંત્રની પોલ, લોકોમાં જોવા મળ્યો રોષ
પાટણઃ જિલ્લાના રાધનપુર તાલુકામાં ગત મોડી રાતથી પડેલા વરસાદના કારણે ઠેરઠેર પાણી (Heavy Rain in Patan District) ભરાયા છે. રાધનપુર રેફરલ હોસ્પિટલ, મસાલી રોડ, સ્મશાન રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા (Rainwater filled Patan) નગરપાલિકાના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખૂલી ગઈ (Rain exposed pre monsoon operation in Patan) છે. તો રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે રહીશોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ (anger of People against Radhanpur Municipality) જોવા મળી રહ્યો છે. અહીં બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું. તો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રાધનપુર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ (Heavy Rain in Patan District) ખાબક્યો હતો.