ખેડૂતો પાસેથી વીમાની રકમ લઈને ખાનગી કંપનીઓ 80% નફો મેળવે છે : પૂજા વંશ - insurance companies
ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉભા પાક સહિત ખેતરોને નુકશાન થયું છે. સરકાર દ્વારા ખેડૂતો સહાય આપવાની વાત સાથે વીમા કંપનીઓને સર્વે માટે આદેશ આપ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉના ધારાસભ્ય પુંજા વંશે આક્ષેપ કર્યા હતા કે, વીમા કંપનીઓ ખેડૂતો પાસેથી મબલક પ્રિમિયમ ઉઘરાવીને 80 ટકા નફો કમાઈ છે. વંશે વધુમાં આક્ષેપ કર્યા હતા કે, રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલા વીમા કંપનીઓને ખેડૂતોના પ્રીમિયમ થકી આવકમાં રાજ્ય સરકાર પણ ભાગીદાર છે. વીમા કંપનીઓ ખેડૂતો પાસેથી પાક વીમા માટે પ્રિમિયમ ઉઘરાવે છે પણ પાક વીમા માટે 20 ટકા જ ચૂકવણી ખેડૂતોને થાય છે, 80 ટકા રકમ વીમા કંપનીઓ કમાણી કરે છે. જ્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં પાકને નુક્સાન થયું છે. જ્યારે પાકના નુક્સાનીના સર્વેમાં પણ વ્યાપક પ્રમાણમાં ગેરરિતી થતી હોવાનો પૂજા વંશે આક્ષેપ કર્યો હતો.