યુપીમાં અઝાનના વિરોધમાં હિન્દુ કાર્યકરોએ મંદિરમાં લાઉડસ્પીકર પર ભજન-કીર્તન વગાડી નોંધાવ્યો વિરોદ્ધ - Hinduwadi protested against Azaan in loud voice
કાસગંજઃ મહારાષ્ટ્ર, કર્ણાટક બાદ હવે યુપીના કાસગંજમાં મસ્જિદોમાં વગાડવામાં આવતી અઝાન સામે વિરોધ પ્રદર્શન(protest against ajan in kasganj) શરૂ થઈ ગયા છે. જેના વિરોધમાં મંદિરોમાં લાઉડ સ્પીકર લગાવીને ભજન-કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા(Bhajan-Kirtan sung by loudspeaker in temple) છે. ગુરુવારે જિલ્લાના પટિયાલી કોતવાલી વિસ્તારમાં લાઉડસ્પીકર દ્વારા અજાનથી પરેશાન કેટલાક હિંદુ કાર્યકર્તાઓએ મંદિરોમાં લાઉડસ્પીકર લગાવ્યા હતા. આ પછી, દિવસમાં ઘણી વખત ભજન કીર્તન અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.