કચ્છના અંજાર પાસે ખાનગી બસ પલટી, ૨૪થી વધુ ઈજાગ્રસ્ત - પોલીસે કાર્યવાહી હાથ ધરી
કચ્છ: અંજારના પાવર હાઉસ સર્કલ નજીક ભુજથી ગાંધીધામ તરફ જઈ રહેલી બસ અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨૪ લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે અંજાર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાંથી ૩ પ્રવાસીઓને વધુ ઈજા હોવાથી ભુજ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતાં. આ મામલે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.