બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિવસની કરાઇ ઉજવણી - પ્રગતિશીલ ખેડૂત
બનાસકાંઠા: જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ નિમિત્તે પ્રગતિશીલ ખેડૂત સન્માન સમારોહ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ભાજપ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોના સન્માનની સાથે સાથે એશિયાની નંબર વન બનાસડેરીમાં સૌથી વધુ પશુપાલન કરી દૂધ ભરાવવામાં લાખો અને કરોડોની કમાણી કરતી મહિલાઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું.