વડાપ્રધાને આદિજાતિ મહિલા પશુપાલકો સાથે સંવાદ કરીને જણાવી મહત્વની વાત... - Prime Minister Narendra Modi interacted with tribal women pastoralists
સાબરકાંઠા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીના નવીન પ્રક્રલ્પના લોકાર્પણ અવસરે સાબરકાંઠાના આદિજાતિ મહિલા પશુપાલકો સાથે સંવાદ કરીને પશુ પાલન દ્વારા તેમના જીવનમાં આવેલા આર્થિક ઉન્નતિ અંગેની વિસ્તૃત વિગતો જાણી હતી. આ દરમિયાન, મહિલાઓએ પણ જે વાતનો અનુભવ અને કેવી રીતે તેઓ આ કાર્યમાં આગળ વધી તે બાબતો અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ હિંમતનગરની સાબર ડેરીમાં દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
TAGGED:
આદિજાતિ મહિલા પશુપાલકો