દ્રોપદી મુર્મુ ગાંધી આશ્રમની કરશે મુલાકાત - undefined
અમદાવાદ : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાના ગુજરાતી યાત્રાનો પ્રારંભ કરશે. ગાંધી આશ્રમમાં તેઓ ગાંધીજીના નિવાસ્થાન કસ્તુરબાનો રૂમ તેમજ ગાંધીજી જ્યાં બેસીને રાજકીય વાટાઘાટો કરતા હતા તે તમામ હૃદય કુંજની પણ મુલાકાત લેશે. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કરશે.