ગોંડલમાં જન્માષ્ટમીની તૈયારીનો અપાયો આખરી ઓપ - જુઓ વીડિયો...
રાજકોટ: જીલ્લાનાં ગોંડલ શહેરમાં 38 વર્ષોથી હિંદુ ઉત્સવ સમિતિનાં નેજા હેઠળ શહેરનાં વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવે છે જેને આખરી ઓપ અપાયો હતો. જેના માટે ગ્રૂપનાં 300થી વધુ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા હતા. ગોલ્ડન ગ્રુપ સતત 20 વર્ષથી કરે છે અને છેલ્લા 5 વર્ષથી સુરક્ષાને ધ્યાનમાં લઇને 2 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. તેમાં જન્માષ્ટમીની રાત્રે 20,000 પ્રસાદની વ્યવસ્થાં તેમજ શોભાયાત્રા સમયે 1 લાખ ગ્લાસ આયુર્વેદિક છાસની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત 400 x 200 ફૂટનાં પ્લોટમાં વ્રજભૂમિ ઊભી કરાશે.