PMના ડ્રિમ પ્રોજેક્ટ "સી પ્લેન"ની તડામાર તૈયારીઃ પુલના રંગરોગાનનુ કામ શરૂ - સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ
અમદાવાદઃ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ વાર સી પ્લેનથી આવી રહ્યા છે. 31 ઓગષ્ટ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી નદી પર સી પ્લેન દ્વારા આવશે અને અહીંયાથી માં અંબાના દર્શન કરવા જશે. હાલ અત્યારે આ સી પ્લેનને આવકારવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને જેના ભાગરૂપે હમણાં જ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખુલ્લા મુકાયેલા બાયો ડાઈવર્સીટી પાર્ક પાસે આવેલો આંબેડકર બ્રિજને કલર કરીને શણગારવામાં આવી રહ્યો છે.