રાયફલ વડે માછલીનો શિકાર કરતા યુવાનોનો વીડિયો વાયરલ, 2 વ્યક્તિઓની ધરપકડ - ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ
શુક્રવારે તારીખ 22 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના (Viral Video Uttar Pradesh) પ્રતાપગઢમાં, સાંગીપુર પોલીસે બે આરોપીઓની (Uttar Pradesh police) ધરપકડ કરી છે. તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તારીખ 21 જુલાઈના રોજ, કંધાઈ વિસ્તારના ઈબ્રાહીમપુર ગોપાલપુર ગામમાં કિશોરો અને યુવાનોનો રાઈફલ ચલાવતો (Riffle Shooting viral Clip) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કેસમાં કંધાઈ પોલીસની ટીમે બે ગુનેગારોને ઝડપી (Kandhai police Station) લીધા હતા. તે જ સમયે, શુક્રવારે રાત્રે ફરી એકવાર ગેરકાયદેસર હથિયારો સાથે ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો પણ કઢાઈ વિસ્તારના યાહિયાપુર ગામનો હોવાનું કહેવાય છે. જેમાં એક કિશોર બંદૂક વડે નદીમાં માછલીઓને નિશાન બનાવીને તેમનો શિકાર કરતો જોવા મળે છે. આ વીડિયો મોબાઈલથી બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. પ્રતાપગઢ પોલીસની ટીમ આ વીડિયોની તપાસ કરી રહી છે. ETV ઈન્ડિયા આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.