પોરબંદર : અસ્માવતી રિવરફ્રન્ટ છ મહિના બાદ ખુલ્લો મુકાશે - સોશિયલ ડિસ્ટન્સ
પોરબંદર : અનલોક-5ની ગાઇડલાઇન મુજબ દેશમાં અનેક જાહેર સ્થળો ફરીથી ખોલવામાં આવી રહી છે. ત્યારે કોરોના મહામારીને ધ્યાનામાં રાખીને સરકારના આદેશ મુજબ 6 મહિનાથી બંધ રાખવામાં આવેલા પોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટ આગામી 15 ઓક્ટોબરના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. જે કારણે લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ તથા સેનિટાઈઝરનો ઉપયોગ તેમજ ફરજિયાત માસ્ક સાથે લોકો અસ્માવતી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરી શકશે.