7 નવેમ્બરે પોરબંદર પર 'મહા' સંકટ ટકરાવવાની સંભાવના, તંત્ર એલર્ટ - 7 નવેમ્બરે પોરબંદર પર 'મહા' સંકટ વર્તાવવાની સંભાવના
પોરબંદરઃ મહા વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા પોરબંદરના દરિયાકિનારે પણ સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે. તારીખ 6થી 8 નવેમ્બર સુધી સાવચેતીના ભાગરૂપે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. હવામાન વિભાગની સૂચના અનુસાર 7 નવેમ્બર સવારથી આ મહા વાવાઝોડાની અસર થશે. 7 નવેમ્બરે બપોરે 12:00 વાગ્યે વાવાઝોડું ટકરાવવાની સંભાવના છે. વેરાવળથી 520 કિલોમીટર તથા પોરબંદરથી 480 કિલોમીટર દરિયાઈ પટ્ટી પર આ વાવાઝોડું છે. 70 થી 80ની ઝડપના પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતાઓ હવામાન વિભાગે સૂચિત કરી છે. જેથી તંત્ર દ્વારા તમામ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યાં છે. દરિયાઈ વિસ્તારોમાં રહેતા તમામ લોકોને એલર્ટ કરાયા છે. તેમજ સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ફાયર ટીમ સહિતની વિવિધ ટીમોને સુરક્ષા લક્ષી સાધનો સાથે સજ્જ કરવામાં આવ્યા છે.