પાંચ વર્ષમાં મોદીનું વડનગર કેટલું બદલાયું?, જુઓ વીડિયો
વડનગરઃ એક જમાનામાં દસ હજાર બૌદ્ધ સાધુઓનું આશ્રય સ્થાન એવા વડનગર અને મોદીના બાળપણ વિશે વાત કરીશું. મોદીના માદરે વતન વડનગરમાં સુવર્ણયુગનાં સ્થાપત્યો પૈકીનો એક કીર્તિસ્તંભ આવેલ છે. દામોદરદાસના પુત્ર નરેન્દ્રએ વડનગરના કીર્તિસ્તંભની જેમ પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને સમગ્ર દેશમાં વિકાસના વિજયસ્તંભની સ્થાપના કરી છે. મહત્વનું છે કે, મોદીને નાપસંદ કરનાર લોકો પણ નરેન્દ્ર મોદીની મહેનતને સંપૂર્ણપણે સ્વીકરે છે. એક નાના અને ગરીબ પરિવારમાંથી ચા વેચીને પહેલા મુખ્યપ્રધાન અને ત્યારબાદ સતત બીજી વખત મોદી વડાપ્રધાન પદ સુધી પહોંચેલા મોદીએ ભાજપને દેશમાં લોકપ્રિયતાની ચરમસીમા પહોંચાડી છે. આજે આપણે મોદીના વડનગર વિશે વાત કરીશું...