PM મોદીએ માતાના આશીર્વાદથી ગુજરાત પ્રવાસનો કર્યો પ્રારંભ - PM Modi takes blessing from Mother Hiraba
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના ગુજરાત પ્રવાસની (PM Modi Gujarat Visit) શરૂઆત માતા હીરાબાના આશીર્વાદ (PM Modi takes blessing from Mother Hiraba) લઈને કરી હતી. વહેલી સવારે જ વડાપ્રધાન માતા હીરાબાને 100મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને માતા હીરાબાના પગ ધોઈને તેમના આશીર્વાદ લીધા હતા.