PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપીને કરી સવારી - vande bharat express from gandhinagar to mumba
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદી આજે ગાંધીનગર ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા અને સુધારેલા સંસ્કરણને લીલી ઝંડી (PM Modi flag off vande bharat express) આપી હતી. નવી વંદે ભારત એક્સપ્રેસ એ સૌથી વધુ રાહ જોવાતી નવી બનેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે, જે આરામદાયક અને અદ્યતન રેલ પ્રવાસીઓના અનુભવના નવા યુગની શરૂઆત કરે છે. હવે આ ટ્રેન વ્યવસાયિક ધોરણે દોડવા માટે તૈયાર છે.