મરઘાની મારામારી, ઘોડાની દોડ, બળદની બબાલ બાદ હવે ભૂંડની ભીડત છે ટ્રેંડમાં - Dwarka tirumala pig fight
આંધ્ર પ્રદેશમાં સંક્રાંતિની મોસમ દરમિયાન કોક ફાઈટ, ઘોડાની દોડ, બળદની લડાઈઓ વિશે લોકો માહિતગાર છે, પરંતુ હવે એક નવો ટ્રેન્ડ વધી રહ્યો છે. આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લાના દ્વારકા તિરુમાલામાં ભૂંડ ફાઈટ (Pig fights conducted in Eluru) કરવામાં આવી રહી છે. ભૂંડ ફાઈટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દ્વારકા તિરુમાલા ખાતે વેંકટા કૃષ્ણપુરમ રોડ પર ભૂંડ ફાઈટ (Andhra pradesh pig fight) યોજાઈ હતી. દ્વારકા તિરુમાલા (Dwarka tirumala pig fight) અને રાજમુંદરીના લોકોએ આ આયોજન કર્યું હતું. જો કે, રિંગમાં ઉતરેલા બે ભૂંડમાંથી, આયોજકો તે ભૂંડને વિજેતા જાહેર કરશે જે ભાગ્યા વિના સૌથી લાંબા સમય સુધી લડશે. રાજમુન્દ્રીનું ભૂંડ ફાઈટ દરમિયાન ભાગી ગયું હતું. દ્વારકાના તિરુમાલાના ભૂંડને વિજેતા જાહેર કરવામાં આવ્યુ હતું.