સરકારે આપેલી છૂટછાટ બાદ સુરતમાં નવરાત્રીને લઈને ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ - Navratri in Surat
સુરત: ગુરુવારથી નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે, ત્યારે ગયા વર્ષે વધુ કોરાના કહેરને લઈને સરકાર દ્વારા કોઈપણ પ્રકારના ગરબા યોજવાની મંજુરી આપી ન હતી, જેને લઈને ખૈલેયાઓ નિરાશ થઈ ગયા હતા પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ગરબા રમવાની મંજૂરી આપતા ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરાના સંક્રમણ ઘટતા સરકારે શેરી ગરબા અને ક્લબમાં ગરબા રમવાની છૂટ આપતા ખૈલૈયાઓ શું કહી રહ્યા છે તે જાણવા ETV BHARAT દ્વારા ઓલપાડના કિમ ગામના રંગીલા ગ્રુપના ખૈલૈયાઓ સાથે ખાસ વાતચીત કરી હતી.