આ જગ્યા પર થઈ ડીઝલ લૂંટવાની હરીફાઈ, વીડિયો જોતા જ હસી પડશો - ઝારખંડમા અકસ્માત થયો
ઝારખંડ: કુડુ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજગુરવા મોર પાસે ડીઝલ ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત (Road Accident In Jharkhand) થયો હતો. આ અકસ્માતમાં કાર ઝાડ સાથે અથડાઈ હતી અને ડીઝલ ટેન્કર રોડ પર પલટી ગયું હતું. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાસ્થળે જે બન્યું તે ચોંકાવનારું હતું. ખરેખર, મોટી દુર્ઘટનાને અવગણીને લોકોમાં ડીઝલ લૂંટવાની હરીફાઈ ચાલી રહી હતી. સ્થિતિ એવી હતી કે, લોકો જે મળ્યું તેમાંથી ડીઝલ ભરવા લાગ્યા હતા. આટલું જ નહીં વાહનચાલકો ડીઝલ લૂંટવા માટે વાહન રોકીને તૂટી પડ્યા હતા. જેને મોકો મળ્યો તેટલું ડીઝલ લૂંટી લીધું હતું. ડીઝલના કારણે આગ લાગી હશે તે અંગે લોકો બેફિકર જણાતા હતા.