વરસાદના કારણે માળીયા હાટીના તાલુકામાં મગફળીનો પાક ફેલ, ખેડૂતોએ રોષે ભરાઈ પાકને સળગાવ્યો - Taluka of Maliya Hati
જૂનાગઢઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. અમરાપુર ગામમાં ખેડૂતાનો મગફળી પાક નિષ્ફળ ગયો છે. વધારે પડતા વરસાદને કારમે પાક સડી ગયો હતો. 11 વિઘાનો પાક અને ચારો નિષ્ફળ જતા ખેડૂતો નિરાશ બન્યા છે. અમરાપુર ગામના સરપંચ જેસીંગભાઈ ડોડિયા પાક નિષ્ફળ જતા રોષે ભરાઈ પાકને આગ ચાંપી દીધી હતી. તેમણે ખેતરમાં જ મગફળીના પાકની હોળી કરી પાક સળગાવી દીધો હતો. નિરાશ થયેલા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરવા સરકાર પાસે સહાયની માંગ કરી છે.