વરસાદમાં ફસાયેલા દર્દીનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ, Live Video - Live Video
અમદાવાદમાં એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ (Ahmedabad Heavy rain) સર્જાઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, અમુક વિસ્તારોમાં 18 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે. શહેરની અનેક સોસાયટીઓમાં સોમવારે સવારે પણ જળબંબાકારની સ્થિતિ હતી. ત્યારે વરસાદના કારણે પાલડીમાં પણ ભારે માત્રામાં પાણી ભરાયું હતું. આ દરમિયાન, એક દર્દીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં વધુ પાણી ભર્યું હોવાથી દર્દી એમ્બ્યુલન્સમાં જઈ શકે તેમ ન હતું, આથી પેસન્ટને પ્રિ-હોસ્પિટલ કેર સાથે હોસ્પીટલ શિફ્ટ કરેવામાં આવ્યા હતા.