પાટણમાં કચ્છ વકીલની હત્યા તેમજ હાથરસની ઘટનાને લઇ બહુજન સમાજે કેન્ડલ માર્ચ યોજી - Murder of a lawyer in a rapper
પાટણઃ કચ્છ જિલ્લાના રાપરમાં વકીલની હત્યા તેમજ ઉત્તર પ્રદેશના હાથરસની યુવતીની ગેંગરેપની ઘટનાના પડઘા પાટણમાં પણ પડયા હતા. પાટણ શહેરમાં વિવિધ અનુસૂચિત જાતિના સંગઠનો બગવાડા દરવાજા ખાતે ડૉક્ટર આંબેડકરની પ્રતિમાં પાસે એકત્ર થઇ કેન્ડલ માર્ચ યોજી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ હત્યા કરનારાઓને તાત્કાલિક ફાસીની સજા કરવામાં આવે તેવી માગ કરી હતી. રેલી પૂર્વે બહુજન સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દોષિતો સામે કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી.