દિલીપસિંહને સલામઃ કાશ્મીરમાં શહીદ થયેલા સેનાના જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ પહોંચ્યો
અમદાવાદ: કાશ્મીરમાં શહીદ થયેલા દિલીપસિંહના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી ભાવનગર લઇ જવાશે. શુક્રવારે 8 વાગે અંતિમવિધિ કરાશે. એરપોર્ટ પર આર્મી જવાનો, અધિકારીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, કલેક્ટર વિક્રાંત પાંડે, મેયર બીજલબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.