સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી પેટાચૂંટણી પર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રચાર કયૉ - Neem by-election
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીમડી પેટાચૂંટણીને લઈને બંને તરફથી જોરશોરમાં ચૂંટણી પ્રચાર ચાલુ છે. ત્યારે સાયલા ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લીમડી પેટાચૂંટણીની બેઠક પર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કરતાં 8 બેઠક પર કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી. તેમજ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની તમામ બેઠક પર કારમી હાર હશે તેમ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. ખેડૂતો, રોજગારી ,શિક્ષણ, ઉદ્યોગ, કોરોના સહિતના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અબડાસાની બેઠક પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલા આક્ષેપને પણ પરેશ ધાનાણીએ ફગાવ્યા હતા.