મહાવતને મોતને ધાટ ઉતારનાર હાથીને આવી રીતે પકડવામાં આવ્યો, જૂઓ વીડિયો... - एमपी हिंदी न्यूज
મધ્યપ્રદેશ : 55 વર્ષનો હાથી રામ બહાદુર આ દિવસોમાં મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં કેદ છે. હાથીને બેડીઓ અને જાડી સાંકળોથી બાંધીને રાખવામાં આવે છે. હાથીએ 4 જુલાઈના રોજ સવારે પોતાના જ મહાવ બુધરામ રોટિયાને દાંતથી દબાવીને મારી નાખ્યો હતો. આ ચોંકાવનારી ઘટના બાદ હાથી જંગલમાં ભાગી ગયો હતો. જેને ભારે જહેમત બાદ હિનૌતા હાથી કેમ્પ પાસે શાંત કરી સાંકળોથી બાંધી દેવામાં આવ્યો છે. ફિલ્ડ ડિરેક્ટર ઉત્તમ કુમાર શર્માએ જણાવ્યું હતું કે "ઘટના પછી, હાથી વધુ આક્રમક અને ખતરનાક બની ગયો છે". છત્તીસગઢના જંગલમાં ઉછરેલો આ હાથી વર્ષ 1993માં પકડાયો હતો. તે સમયે હાથીની ઉંમર 25-26 વર્ષની આસપાસ હતી. ત્યારથી મહાવત બુધરામ આ હાથીની સંભાળ રાખતા હતા. આ હાથીએ વિશ્વના સૌથી જૂના હાથી વત્સલા પર પણ બે વાર હુમલો કર્યો હતો.