વિધાનસભાના દંડક પંકજ દેસાઈ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલે માધવસિંહ સોલંકીને આપી શ્રદ્ધાંજલિ - પૂર્વ કેન્દ્રીય પ્રધાન
ખેડા : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નિધનને લઈ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તેમજ પૂર્વ કેન્દ્રિય પ્રધાન દિનશા પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલે માધવસિંહ સોલંકી સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. આ સાથે આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવી તેમજ ઈશ્વર તેમના પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ પૂરી પાડે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપી કરી હતી.