પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી છવાયો અંધકાર
પંચમહાલ જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર (Panchmahal Heavy Rain) પધરામણી થઈ છે. જિલ્લાના 4 જેટલા તાલુકામાં વરસાદનું આગમન (Heavy Rain Gujarat) થયું છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોઇને બેઠેલા ધરતી પુત્રોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. બે દિવસના ભારે ઉકળાટ વચ્ચે આજે સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન (Gujarat Rain details) થયું છે. વાત કરવામાં આવે જિલ્લાના મુખ્ય મથક ગોધરાની તો શહેરી વિસ્તારમાં પણ માર્ગો પર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયાયેલા જોવા મળ્યા હતાં. જ્યારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં કલાકો સુંધી વીજ પ્રવાહ ચાલુ થયો ન હતો. છેલ્લા 3 કલાકથી શહેરીજનો અંધાર પટનો સામનો કરી રહ્યા છે. જ્યારે ગામડામાં ભારે પવન ફૂંકાતાની સાથે જ વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો. જો કે, આ તમામ બાબતો વચ્ચે મોડે મોડે પણ મેઘરાજા મન મુકીને વરશે એવી ધરતીપુત્રોને આશા છે.
Last Updated : Jun 27, 2022, 4:06 PM IST