મુન્દ્રામાં જિદાલ કંપની દ્રારા પંચરંગી નવરાત્રી - Raj Shekhar, unit head of the company
કચ્છ: સમગ્ર દેશભરમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. ત્યારે મુન્દ્રા તાલુકાના સમાગોગા પાસે આવેલી જિદાલ કંપની દ્વારા પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. કંપનીના 8 હજારથી વધુ કર્મચારી પરિવાર દ્વારા સાથે મળીને એક કોમર્શિયલ ગરબીને પણ ટક્કર મારે તેવી નિ:શુલ્ક નવરાત્રી ઉજવાઇ રહી છે.ખાસ કરીને આ ઉજવણીમાં પંચરંગી માહોલ પણ જોવા મળી રહ્યો છે. જિદાલ કંપનીમાં દેશભરના વિવિધ પ્રાંતના લોકો જોડાઇને માતાજીની આરાધના કરે છે.કંપનીના યુનિટ હેડ રાજ શેખરએ જણાવ્યું હતું કે, વર્ષોથી કચ્છ ગુજરાતમાં સ્થાયી થયા પછી હવે અમે પણ ગુજરાતી થઈ ગયા છીએ. અને છેલ્લા 11 વર્ષથી માતાજીની આરાધના કરીએ છીએ. આ નવરાત્રીમાં આસપાસના ગામોના લોકો પણ જોડાય છે.