ભારે વરસાદને કારણે આ શહેરમાં જાહેર કરવામાં આવ્યું ઓરેન્જ અને રેડ એલર્ટ - સુરતમાં ભારે વરસાદ
સુરત જિલ્લાના (Surat rain update) ઓલપાડ તાલુકા કોર્ટ પરિસરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાં વકીલો,અરજદારો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરત જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ (Heavy Rain in Surat) વરસી રહ્યો છે, જેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે ઓલપાડ તાલુકા કોર્ટ પરિસરમાં યોગ્ય વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ જતાં કોર્ટમાં આવતા વકીલો,અરજદારો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં હાલ હવામાન વિભાગ (Surat Meteorological Department) દ્વારા ઓરેન્જ એલર્ટ (Orange alert in Surat) જાહેર કરવામાં આવ્યું છે અને તા.13 થી 15 દરમિયાન રેડ એલર્ટ (Red alert in Surat) જાહેર કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે NDRF ની ટીમ પણ ઓલપાડ તાલુકામાં તૈનાત કરવામાં આવી છે