કેન્દ્ર સરકારનાં નાગરિક સંસોધન બિલનો મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ - બિલનો મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ
ભરૂચઃ કેન્દ્ર સરકારનાં નાગરિક સંસોધન બિલનો ભરૂચના વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો હતો. મુસ્લિમ આગેવાનોએ બિલની કોપી ફાડીઆ બિલ પરત ખેંચવાની માગ કરી હતી. કેન્દ્ર સરકારના નાગરિક સંસોધન બિલને લોકસભા અને રાજ્ય સભામાં મંજુરી મળ્યા બાદ તેના પર રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર થઇ ગયા છે. ત્યારે દેશના વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારાઆ બીલ સામે વિરોધ નોધવામાં આવ્યો છે.