ગુજરાત

gujarat

ETV Bharat / videos

આંધ્ર પ્રદેશમાં શિકારી વાઘનો ભય, જૂઓ કઈ રીતે પાંજરામાંથી છટકી જાય છે - Andhra Pradesh Bengal Tiger Threat

By

Published : Jun 7, 2022, 12:28 PM IST

આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં વાઘનો ભય ( Andhra Pradesh Bengal Tiger Threat ) હજુ ગયો નથી. છેલ્લા 16 દિવસથી 6 ગામોના લોકોમાં ભયનો માહોલ છે. 10 દિવસ પહેલા વાઘ ઉપનગરોમાં રખડતો હોવાની જાણ થઈ હતી, ત્યારથી લગભગ 150 અધિકારીઓ અને કર્મચારીઓ બંગાળ વાઘને જંગલમાં મોકલવા માટે સખત મહેનત કરી રહ્યા છે. પણ.. આ ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી. કાકીનાડા જિલ્લાના પ્રતિપદુ ઝોનના ઓમમાંગી ગામ પાસે વાઘ દ્વારા બે ભેંસોનો શિકાર ( Andhra Pradesh Bengal Tiger Hunting) કરવામાં આવ્યો હતો. આગામી પાંચ દિવસ સુધી વાઘના સીમાચિહ્નો દેખાતા હતા. ત્યારથી તે 6 ગામોમાં નાસતો ફરતો હોવાથી ગભરાટ ફેલાયો છે. વન અધિકારીઓ દ્વારા વાઘને જંગલમાં મોકલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વાઘને પાંજરામાં કેદ કરવાનો પ્રયાસ કરાય રહ્યો છે, પણ ગત શુક્રવારે પાંજરામાંથી વાઘ ભાગી નીખળો હતો. શનિવારે સવારે પણ પાંજરું જોઈને બાજુમાં જતો રહ્યો હતો. કેમેરામાં ટ્રેપીંગ કરીને દ્રશ્યો કેદ થયા હતા. પ્રતિપડુ ઝોનમાં પોટુલુરી મંગા, કોડુરુપાકા પાંડવુલાપાલેમ અને સરભાવરમ ગામો વચ્ચેના જંગલમાં વાઘ ફરે છે. તે 15 કિલોમીટરની રેન્જમાં મુસાફરી કરે છે.

ABOUT THE AUTHOR

...view details