ભરૂચ: નર્મદા નદીના કિનારે રમા એકાદશીના દિવસે યમદીપ દાનની વિધિ કરાઈ - આસો વદ એકાદશી
ભરૂચ: ભરૂચ નર્મદા નદીના કાંઠે આવેલું નગર છે. નર્મદા નદી માટે કહેવાયું છે કે તેના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. નર્મદા નદીના પવિત્ર કાંઠે આસો વદ એકાદશી એટલે કે રમા એકાદશીના દિવસે જેઓના સ્વજનો મૃત્યુ પામ્યા હોઈ તેઓ માટે ખાસ વિધિ કરવામાં આવે છે. આ દિવસે મૃતકના પરિવારજનો દ્વારા યમરાજાને દીપનું દાન કરવામાં આવે છે. આ વિધિ પાછળનો આશય એ છે કે મૃત વ્યક્તિ દ્વારા તેઓના જીવનમાં જો આંખોથી કોઈ પાપ થયું હોય તો તેનું નિવારણ થાય છે. માન્યતા એવી છે કે, આંખોથી પાપ કરનારની બીજા જન્મમાં યમરાજા દ્રષ્ટિ લઇ લે છે. પરંતુ મૃતકની આત્માને શાંતિ મળે તે માટે આ વિધિ માત્ર ભરૂચ ખાતે નર્મદા નદીના કિનારે ખાસ કરવામાં આવે છે.