મોડાસા ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા - National Unity Day
અરવલ્લી : લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ એટલે 31 ઓકટોબરના દિવસને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે તથા અધિક નિવાસી કલેક્ટર આર. જે. વલવીની અધ્યક્ષતામાં અન્ય અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા. જેમા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.