ગુજરાત

gujarat

ETV Bharat / videos

હવે ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાનો આવી શકે છે અંત - જળાશયમાં નવા પાણીની આવક

By

Published : Jul 20, 2022, 2:23 PM IST

સાબરકાંઠાઃ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર ગઈકાલે 12 કલાકથી પણ વધુ સમયથી વરસાદ (Heavy Rain in Sabarkantha) પડ્યો હતો. આના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી (New Water came to Sabarmati River) હતી. સાથે જ વિજયનગર, વડાલી અને ઈડર વિસ્તારમાં સરેરાશ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાતા સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી હતી. આથી ધરોઈ સહિત ગુહાઈ અને હરણાવ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક (Inflow of new water into the reservoir) થઈ હતી. જોકે, ગયા વર્ષે 40 ટકાથી વધારે કોઈ જળાશયમાં પાણી ભરાયું નહતું. તો નદીઓ અને મોટા ભાગના તળાવ તેમ જ જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક (Inflow of new water into the reservoir) નોંધાઈ રહી છે. ગઈકાલે સવારથી જ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમ જ ખેડબ્રહ્મા, વિજયનગર અને ઈડર વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ થયાના પગલે મોટા ભાગના તળાવ સહિત ધરોઈ, ગુહાઈ અને હરણાવ ડેમમાં પણ પાણીની સતત આવક વધી રહી છે. જિલ્લામાં સિંચાઈ સહિત પિવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ શકે તેમ છે. ત્યારે જગતના તાતની અપેક્ષા આગામી સમયમાં હજુ વધુ વરસાદ થાય તેવી છે.

ABOUT THE AUTHOR

...view details