કેરળની એક રેસ્ટોરામાં પીરસાઇ રહ્યા છે, પાર્ટી ચિહ્ન વાળા ઢોસા - અનોખો ચૂંટણી પ્રચાર
કેરળ : તાજેતરમાં 4 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે, ત્યારે કેરળમાં આવેલા કોલ્લમમાં એક રેસ્ટોરામાં વિવિધ પાર્ટીના ચિહ્ન વાળા ઢોસા પીરસવામાં આવી રહ્યા છે. રેસ્ટોરામાં ટમેટાની ચટણી, ગાજર અને મેયોનિઝની મદદથી ઢોસા પર કોંગ્રેસ, CPI(M) અને BJPના પાર્ટી ચિહ્ન દોરવામાં આવે છે. આ સાથે વિવિધ પાર્ટીના ઉમેદવારોના ચહેરા પર દોરવામાં આવે છે. આ રેસ્ટોરામાં આવતા ગ્રાહકો આ ઢોસાને પસંદ કરી રહ્યા છે. આ રેસ્ટોરામાં 101 પ્રકારના ઢોસા પીરસવામાં આવી રહ્યા છે.