વડોદરામાં રાત્રીના 9થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ, જુઓ વીડિયો... - night curfew in vadodara
વડોદરા : રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી સૂચના ન મળે, ત્યાં સુધી રાત્રીના 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રીના કરફ્યૂનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.